પાલનપુર નગરપાલિકા કમ્પાઉન્ડમાં વિપક્ષ ધરણા કરે તે પહેલા પોલીસે ટીંગા ટોળી કરી અટકાયત

બનાસકાંઠા જીલ્લા નું વડું મથક ગણાતા પાલનપુર નગરપાલિકાની સેવાઓ દિન-પ્રતિદિન કથળતી જાય છે. રોડ-રસ્તાની વાત હોય, ગંદકીની વાત હોય અથવા પીવાના પાણીની વાત હોય પાલનપુર નગરપાલિકા હંમેશા વિવાદમાં હોય છે. પાલનપુરના કોટ વિસ્તારને ઓરમાયુ વર્તન કરતા હોય તેવા નગરપાલિકાના શાસકો સામે આજે બુધવારે પાલનપુર નગરપાલિકાના કોંગી સદસ્યો તેમજ વિવિધ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને મહિલાઓએ આક્રોશ સાથે પાલનપુર નગરપાલિકામાં માટલા ફોડ્યા હતા. જેને લઈને મીડિયા ટીમે સરફરાજ સિંધી નો સમ્પર્ક કરતા જણાવ્યું હતું કે પીવાના પાણીના પ્રશ્નને લઈને અને પીવાનું પાણી વિવિધ વિસ્તારમાં નિયમિત ન મળતું હોવાને કારણે વારંવારની રજૂઆતો છતાં પાલનપુર નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ન કરાતા મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં માટલા ફોડ્યા હતા. આગામી સમયમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન માસના તહેવાર આવે છે અને આ તહેવારોમાં પાણીનો પ્રશ્ન વિકટ છે, જેને લઇને કોટ વિસ્તારની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કોટ વિસ્તારની મહિલાઓ સહિતના લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ માટલા ફોડી પાણી મળે તેવી માગણી કરી હતી. જો કે મહિલાઓએ પાલનપુર નગરપાલિકાનો દરવાજો બંધ કરીને વિરોધ નોંધાવતા પાલનપુર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આમ પાલનપુર  પોલીસે નગરપાલિકાને તાળાબંધી કરવા જતા પાલિકા કોર્પોરેટર સરફરાજ સિંધીની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *