ધાનેરા તાલુકા માં 15 વર્ષ થી સિંચાઈ માટે પાણી નો કકળાટ છે ભૂગર્ભ જળ ઉડે ગયા તાલુકા ને હજુ સુધી નર્મદા કેનાલ નો લાભ મળ્યો નથી પરિણામે ખેડૂતો પાણી વગર ના થઇ ગયા છે સતત રજુઆત સ્થાનિક આગેવાનો ને ખેડૂત સંગઠન ની અનેક વાર રજુઆત છતાં કેનાલ બાબતે કઈ ઉકેલ ન આવતા મોડી રાત્રે કેનાલ ને લઈ પાણીદાર નેતાની માગ કરતા પોસ્ટર લાગ્યા છે.ધાનેરા દાંતીવાડા અને લાખણી તાલુકા માં કેનાલ ની માંગ ઉઠી છે ભાજપ કોંગ્રેસ આગેવાન ને અનેક વખત રજુઆત છતાં પાણી લાવવામાં નિષફળ જતા આખર વાવ નોવિકાસ જોયા બાદ ધાનેરા ના ખેડૂતો એ શકરભાઈ ચૌધરી તરફ મીટ માંડી છે કેનાલ માટે શકરભાઈ રજુઆત કરી ધાનેરા ને ફરી હરિયાળો બનાવે એવી લાગણી પોસ્ટર માં જોવા મળી છે…સતત રજુઆત બાદ પણ ઉકેલ ન આવતા પાણીદાર આગેવાન ના પોસ્ટર લાગ્યા જે એક નવી આશા તરફ દોરી જાય છે ત્યારે જોવાનું એ રહ્યું કે પાણીદાર નેતા હવે ધાનેરા ના ખેડૂત માટે કેટલા આગળ આવે છે