બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દુધાસણ દૂધ મંડળીના સત્તાધિશુએ ગ્રાહક પર પાઇપ વડે હુમલો ..

દૂધ મંડળી કોઈ એક વ્યક્તિ તેનો માલિક ગણાતો નથી પરંતુ મંડળના તમામ ગ્રાહકોએ દૂધ મંડળના માલિક ગણાય છે પરંતુ દુધાસણ દૂધ મંડળના સત્તાધીશો દ્વારા આવનાર પોતાની મનમાની કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દુધાસણ દૂધ મંડળીના સત્તાધિશુએ ગ્રાહક પર પાઇપ વડે હુમલો કરતા ગ્રાહકને સારવાર અર્થે પાટણ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે… મળતી માહિતી મુજબ દુદાસણ દૂધ મંડળીના સત્તાધિશો દ્વારા ગ્રાહકોને ઓછા ફેટ આપતા હોવાની બુમરાડ થઈ છે જેથી ગ્રાહકે ફેટ કેમ ઓછા આંપો છો તેમ કહેતા દુધ મંડળીના સત્તાધીશો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો અને પાઇપ વડે હુમલો કરતા માથાના ભાગે ગ્રાહકને ઈજા પહોચી હતી અને ગ્રાહકને હોસ્પિટલ ખસેડાયો છે ત્યારે સવાલ એ ઉભો થયો છે કે દૂધ મંડળી એ કોઈ એક વ્યક્તિની જાગીરી નથી પરંતુ લોકોના સહભાગી સંસ્થા છે અને આ સંસ્થામાં સમગ્ર દૂધ ગ્રાહકો તેનાંમાલિક ગણાય છે પરંતુ દુધાસણ દૂધ મંડળીના મંત્રી ચેરમેન ટેસ્ટરો આ તમામ સ્ટાફ જાણે કે પોતાના બાપની મિલકત હોય તેવું સમજી બેઠા છે અને ગ્રાહકો સાથે ઘેર વર્તણુક કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *