આઝાદીની 75મી વર્ષગાઠના એક દિવસ પહેલા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 14 ઓગસ્ટથી હવે ભારતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે યાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આ વાતની જાહેરાત કરી કે, લોકોના સંધર્ષો અને બલિદાનની યાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવશે. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાગલાના દર્દને પણ ક્યારેય ભુલી નહીં શકાય. જણાવી દઇએ કે ભારત કાલે એટલે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રવિવારે પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવાશે .

PM મોદી ની TWITTER ના માધ્યમ થી જાહેરાત કરાઈ ..
ટ્વીટર પર જાહેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના ભાગલાના દર્દને પણ ક્યારેય નહીં ભુલી શકાય નફરત અને હિાના કારણે આપણી લાખો બહેનો અને ભાઇઓને વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાનો જીવ પણ ગુમાવ્યો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.