બનાસકાંઠા ના આસીસ્ટંટ લેબર કમીશ્નર લાંચ લેતો ઝડપાયો છે. પાલનપુર ACBએ છટકુ ગોઠવી ૨૦ હજાર ની લાંચ લેતા લાંચિયા અધિકારીને રંગેહાથે ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકની સમજદારીથી અધિકારી ઝડપાયો હતો. લાંચિયો અધિકારીએ લેબર લાયસંસ મેળવવા લાંચ માંગી હતી.
બનાસકાંઠા જિલ્લાના આસીસ્ટંટ લેબર કમીશ્નર અશોકભાઈ મોહનલાલ મોદી, રૂ ૨૦ હજાર ની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આસીસ્ટંટ લેબર કમીશ્નર એ અશોકભાઈ મોહનલાલ મોદી લેબર લાયસંસ મેળવવા અરજદાર પાસેથી લાંચ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જાણવા મળ્યા પ્રમાણે જિલ્લાના એક અરજદારને લેબર લાયસંસ મેળવવા જરૂરિયાત હોવાથી તેમણે અરજી કરી હતી. આ અરજી બાદ આસીસ્ટંટ લેબર કમીશ્નર અશોકભાઈ મોહનલાલ મોદી દ્વારા અરજદારને હથિયારના લાયસન્સના બદલામાં રૂ ૨૦ હજાર ની લાંચ માંગવામાં આવી હતી. જે અરજદાર આપવા માંગતાં ન હોય તેમણે સ્થાનિક એસીબીમાં જાણ કરી ને આ અંગેની ફરિયાદ કરી હતી. જે આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ તા – ૦૭/૦૩/૨૦૨૨ ના આરોપીએ રૂ.20,000/- ની લાંચ સ્વીકારી પકડાઈ જતા તેમના વિરુધ માં કાયદેશર ફરિયાદ નોધાઇ છે