વાવ ની ગોલગામ PHC ની આશા વર્કરો એ આવેદન પાઠવી, અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા

ગુજરાત માં આરોગ્ય વિભાગમાં પાયાની કામગીરી કરનારા આશા વર્કર બહેનોનું ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ ભરી પ્રથાથી શોષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 2000 જેવો મામુલી પગાર વધારો જાહેર કરાયો છે. જેને લઇ આશા વર્કર બહેનોમાં રોષની લાગણી છવાઈ  છે અને ગત તા.30-8-2022ની વેતનની જાહેરાતમાં રૂા.5000 અંગે પુન: વિચારણા કરવા માંગણી કરાઇ છે. આ ઉપરાંત આશા વર્કર બહેનોને ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ ભરી પ્રથામાંથી આઝાદી અપાવી ફિકસ વેતન કે લઘુતમ વેતન ચુકવવા, વર્ગ-4નું કાયમી મહેકમ ઉભું કરી આશા વર્કર બહેનોનો સમાવેશ કરવા, આશા વર્કર બહેનોના કામગીરીનો સમય ગાળો નકકી કરવા આશા વર્કર બહેનોને 180 દિવસની મેટરનિટી લીવ આપવા સહિતના પડતર પ્રશ્નોને લઇ ને આજ રોજ તા .૦૬/૦૯/૨૦૨૨ ના રોજ વાવ તાલુકા ના ગોલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ને આવેદન પત્ર પાઠવી અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *