- સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની મળી મંજૂરી..
- વાવ વિધાનસભા ના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પત્ર લખ્યો હતો .
- ગામડા ઓ ની ભોળી પ્રજા ને બંને નેતા ઓ આશીર્વાદ રૂપ ઓક્સીજન પ્લાન્ટ મંજુરી મેળવી
- ઓક્સિજન પ્લાન્ટ નંખાતાં કોરોના કાળમાં પ્રજાને હવે ઓક્સિજન માટે નહિ મારવા પડે વલખાં
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
કોરોના મહામારીમાં જિલ્લામાં ઊભી થયેલી ઓક્સિજનની તીવ્ર અછતને લઈને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ના પ્રયત્નો થકી વિકાસ કમિશનર ગુજરાત ને સુઈગામ, ભાભર અને વાવ તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રકમ મંજુર કરવા રજૂઆત કરતાં વિકાસ કમિશનર ગુજરાત રાજ્યે સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૪૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ,ટેંકો, પાઇપલાઇન તથા આનુસંગિક સામગ્રી ઉભી કરવાની કામગીરી માટેની મંજૂરી આપતાં કોરોના મહામારીનો સામનો કરતા છેવાડાના વિસ્તારની પ્રજામાં રાહત થશે. ઉલ્લેખનીય છે કે સુઇગામની જેમ જ ભાભર અને વાવ ખાતે પણ આવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્તો બને નેતા ઓ આપી વિકાસ કમિશનર, ગુજરાત રાજ્યને આપવામાં આવેલી છે અને તેની પણ મંજૂરીનું કામ ગતિ માં છે.રણની કાંધીએ આવેલા સુઈગામ જેવા છેવાડાના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ નંખાતાં કોરોના કાળમાં આ વિસ્તારની પ્રજાને હવે ઓક્સિજન માટે કયાંય લાંબા થવું નહીં પડે.જે અંતર્ગત લાંબા સમય સુધી ને લોકો ને સેવા મળી રહશે
