યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
આજ તા :૧૫/૦૪/૨૦૨૧ ના રોજ ભાભર સ્ટુડીયો એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આ વખતે કોરોના માહામારીમાં લગ્નની 50 જણની મંજુરી હોવાથી ફોટોગ્રાફર ને અવર જવર મા રાત્રે વેલા મોડા તકલીફ ના પડે એ માટે આજરોજ રજુઆત કરી હતી જેમાં ૨૦૨૦ પણ કોરોના મહામારી ને લઈને ફોટોગ્રાફી કરતા અને પોતાનુ ગુજરાન ચલાવતા ફોટોગ્રાફરો ને લગ્ન સીઝન દરમિયાન મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં આ વર્ષે પણ કોરોના ની મહામારી ને લઈને આ વખતે લગ્ન ની સીઝનમાં ફોટોગ્રાફરો ને આર્થિક નુકસાન વેઠવાનો વારો ના આવે અને રાત્રિ દરમિયાન ભાભર સીટી માં કે ગ્રામ્ય વિસ્તારોમાં સમયમાં વહેલા કે મોડા આવવા જવા માં તકલીફ ના પડે એ હેતુ થી ભાભર ફોટોગ્રાફરો ને પરમીટ આપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચી ને ભાભર મામલતદાર સાહેબશ્રી ને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..