ડીસા તાલુકાના સદરપુર ગામથી છત્રાલા જતા રોડ પર રેતી ભરીને જતી ગાડીઓના કારણે રસ્તાઓની બિસ્માર હાલત થતા રાહદારીઓને તકલીફો પડી રહી છે. ખરાબ રસ્તા ના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. વારંવાર સજાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે ત્યારે આ ગામના સ્થાનિક લોકોએ છેલ્લા 2 વર્ષથી સતત તંત્ર ને આ બાબતે રજૂઆત કરી છે છતાંય તંત્ર દ્વારા આજ દિન સુધી આ રસ્તાની કોઈ યોગ્ય કાળજી લેવામાં આવી નથી કે નથી તો વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતને લઈ જાણે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.હાલમાં ચોમાસા નાં પ્રથમ વરસાદે જ રસ્તાની હાલત ખુબ જ ખરાબ કરી નાખી છે.હાલ રસ્તામાં કીચડથી રસ્તો ખડબડ હાલતમાં થઈ ગયો છે.જેના કારણે હાલમાં સ્થાનિક લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે ગામના એક રાહદારી આ બાબતે મીડિયા સમક્ષ જણાવ્યું કે લોકોને ખુબજ તકલીફ પડી છે અને અવારનવાર ઘણા બાઈક તેમજ નાના સાધનો નાં એક્સિડન્ટ થઈ રહ્યા છે છતાંય તંત્ર કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરતું નથી.આ બાબતે જોઈ કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોની રહશે? ત્યારે આ બાબતે તંત્રને અપીલ છે કે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને તાત્કાલિક નવો રસ્તો બનાવવમાં આવે જેથી આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી શકે.