બનાસકાંઠા સરહદી વિસ્તાર નુ સુઇગામ તાલુકા નુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીંબાળા તા સૂઈગામ ખાતે નાં સબ સેન્ટર કોરેટી ખાતે મમતા સંદર્ભ પ્રોગ્રામ અંગર્તગ એ.એન.સી તપાસણી કેમ્પ નુ આયોજન કરવામા આવેલ. જેમા થરાદ ખાતે થી ગાયનેક ડો.પ્રિયંકાબેન ચૌધરી ધ્વારા બપોરે ૧૨:૩૦ થી ૦૩:૩૦ કલાક દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીંબાળા ખાતે નાં સબ સેન્ટર કોરેટી ખાતે એ.એન.સી કેમ્પ યોજાયો હતો, જેમની લેબોરેટરી તપાસ તેમજ મેડિકલ તપાસ ગાયનેક ડોક્ટર પ્રિયંકાબેન ચૌધરી ધ્વારા કરવામા આવેલ.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીંબાળા ના મેડીકલ ઓફીસર ડો.નીલ વિજયકુમાર સોલંકી ધ્વારા સગર્ભાવસ્થા ના સમયગાળા દરમિયાન જોખમો ને કારણે પ્રસ્રુતી સમયે પડતી મુશ્કેલીઓ વિશે હાજર રહેલ સગર્ભા માતાઓને સમજાવવામા આવ્યુ, તેમજ આરોગ્ય સ્ટાફ ધ્વારા આપવામા આવતી દવાઓનો નીયમીતપણે ડોક્ટર ની સલાહ મુજબ ઉપયોગ કરે તેમજ સંસ્થાકીય સુવાવડ વિશે અને ૧૦૮ વિશે વિસ્તારપુર્વક માહીતી આપવામા આવેલ અને એ.એન.સી કેમ્પ ના અંતે તમામ સગર્ભામાતાઓને જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ અંતગત ૫૦૦ ગ્રામ મગ પેકીંગ ડાયેટ તરીકે આપવામા આવેલ તેમજ ટ્રાન્સપોર્ટ ની નિશુલ્ક સુવિધા અપાઈ હતી જે પ્રસંગે . મ.પ.હે.વ.સુ.હર્ષદભાઈ ચૌધરી, ફિમેલ હેલ્થ સુપરવાઇજર ગીતાબેન પરમાર ,.,એકાઉન્ટન્ટ જયેન્દ્રસિંહ ચૌહાણ, લેબટેક યોગેશદાન ગઢવી,ફાર્મસીસ્ટ.નવીનભાઈ, સી.એચ.ઓ.દિશાબેન પટેલ,Lr પ્રિયંકાબેન ચૌહાણ અને Fhw કુસુમબેન તેમજ આશા બહેનો સહિત સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.