અમિત શાહ નડિયાદ ખાતેથી રૂ. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 29 મેના રોજ ખેડાની એક દિવસીય મુલાકાતે ખેડા જિલ્લામાં 925 આવાસોમાંથી 886 રહેણાંકના આવાસો, 29 બિન રહેણાંકના આવાસો રાજ્યના 19 જિલ્લાની 48 જગ્યાએ આ આવાસો નિર્માણ પામ્યાં છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ખેડા જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવશે, ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 29 મેના અને રવિવારના દિવસે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. નડિયાદ હેલીપેડ મેદાન ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત આશરે રૂ।. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 19 જિલ્લાની 48 જગ્યાએ આ આવાસો નિર્માણ પામ્યાં છે. ખેડા જિલ્લામાં અંદાજે રૂા. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 આવાસોમાંથી 886 રહેણાંકના આવાસો છે, જ્યારે 29 બિન રહેણાંકના આવાસો છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આ મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની સાથે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઇ અને જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર, સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.