બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આકોલી ગામે સોલંકી માળી પરિવાર દ્વારા પોતાની કુળદેવી બ્રહ્માણી માતાજીનું નવીન મંદિર બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર મહેમાનો અને ભક્તોને ઓઢામણા આપવાની જગ્યાએ વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવી અને દરેકને પ્રસાદરૂપી એક છોડ આપી વ્યસન મુક્તિ અને પર્યાવર બચાવોનો સંદેશો આપીને જનજાગૃતિ ફેલાવી છે.. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ આકોલી ગામમાં ગામના સોલંકી માળી પરિવાર દ્વારા તેમની કુળદેવી બ્રહ્માણી માતાજીનું નવીન મંદિર બનાવી માતાજીની મૂર્તિ મંદિરમાં પધરાવવા માટે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો

જેમાં આજે છેલ્લા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિના સમયે પ્રતિષ્ઠામાં પધારેલ આકોલી ગામ સહિત આજુબાજુના ગામો અને રાજસ્થાન માંથી આવેલા લોકોને માતાજીના મંદિર પરિસરમાં સામુહિક રીતે વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને આવનાર તમામ લોકોને 10 હજાર જેટલા છોડ પ્રસાદ રૂપી આપીને તેનું વાવેતર કરીને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી લોકોને વ્યસનમુક્તિ અને પર્યાવરણ જાગૃતિ માટેનો અનોખો સંદેશ આપ્યો હતો ,આ અનોખો સંદેશ આપવાનું કારણ જણાવતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અધ્યક્ષ ઈશ્વરભાઈ સોલંકીએ કહ્યું હતું કે અમારે આ વિસ્તારમાં વ્યસનન