ભાખરી ના ખેડૂતો ની ગાંધીગીરી આવી સામે, ભાખરી માઇનોર-2 વારંવાર ઓવરફ્લો થતાં ખેડૂતોએ જાતે કેનાલ પર કરવા પ્રોટેકશન વોલ કામ શરુ કરવામાં આવ્યું …

વાવ તાલુકાના ભાખરી ગામની માઇનોર-2 કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોઇ માટીનું ધોવાણ થવાથી બાજુના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મસ્ત મોટું નુકસાન પડતું હોઇ ખેડૂતોએ પોતાના સ્વખર્ચે કેનાલ ઉંચી કરવા પ્રોટેકશન વોલ (ખંડા ની ૧ ફૂટ ની દીવાલ ) નું કામ શરૂ કરવામાં આવ્યું .

ભાખરી ગામની માઇનોર-2 કેનાલ અવાર નવાર ઓવરફ્લો થતી હોઈ કેનાલ તૂટવાની કે ઓવર ફ્લો ની  સંભાવનાને લઈ ભાખરી ગામ ના જાગૃત ખેડૂતો દ્વારા ખેતરમાં ખેડૂતોએ કેનાલ ઉંચી કરવા માટે દીવાલનું કામ સ્વખર્ચે શરૂ કર્યું હતું.છેવાડેના ગામડાઓમાં પાણી મળતું નથી અને અમુક કેનાલો ઓવરફ્લો થઈ રહી છે બંને બાજુ ખેડૂતો ભોગ બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *