વાવ ના રામપુરા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત ૨૯ બાળકો ને પ્રવેશ અપાયો

કોરોનાની વૈશ્વિક મહામારી બાદ રાજ્યની તમામ શાળાઓ વિધિવત રીતે શરૂ થઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 17માં શાળા પ્રવેશોત્સવ 2022નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે.જે કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વાવ તાલુકા ના રામપુરા પ્રાથમિક શાળા માં ધોરણ ૧ માં બાળકો ને પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. નાની-નાની બાલિકાઓ અભિનય ગીત થી મહેમાનો નું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહેમાનો નાયબ સચિવ પંચાયત વિભાગ ગાંધનગર,વાવ મામલતદારક.એચ વાઘેલા સહીત તાલુકા પંચાયત ઉ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહીત ગામ ના તલાટી સુનીલભાઈ ત્રિવેદી સહીત બાળકો ના વાલી સહીત ગામ ના અગ્રણીઓ હાજર રહી રામપુરા ના ૨૯ બાળકો પ્રથમ ધોરણમાં બેસાડવામાં આવેલ બાળકોને નોટ પેન થેલા વગેરે ઉપસ્થિતિ આવેલા મહેમાન ના હાથથી આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *