સાધુ વસંતીબેન આંગણવાડી કાર્યકર ના ઘરમાં લાગી હતી આગ,અંદાજીત એક લાખનું નુકસાન…..
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
સરહદી સુઇગામ તાલુકા ના સોનેથ ગામે છેલ્લા ત્રીસ વર્ષથી સાધુ વસંતીબેન સીતારામદાસ તેમના પરિવાર સાથે સોની લખમણભાઈ અમીરામભાઈના ભાડા ના મકાનમાં રહી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા હતા, તારીખ 26/05/2021 ના રાત્રીના સમયે 3 વાગે તેઓના રહેણાંક વાળા ઘરમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હતી,જેમાં આગમાં તેમની ઘર વખરી,બળીને ખાખ થયી ગઈ હતી,રાત્રે આગ લાગતા પરિવાર જનો અચાનક જાગી બુમાબુમ કરતા આજુબાજુ ના લોકો એ આવી આગ ઓળવવામાં મદદરૂપ બન્યા હતા,જોકે આગના કારણે પરિવાર માં કોઈ જાન હાનિ થયી નહોતી,આમ રાત્રે લાગેલ આગમાં સાધુ વસંતીબેન ને અંદાજીત એક લાખ રૂપિયા નું નુકસાન થયું હતું,આ ઘટના ની જાણ તલાટી કમ મંત્રીશ્રી વિજયભાઈ ગરો ને થતા તાત્કાલિક તલાટીશ્રી રૂબરૂ સોનેથ ઘટના સ્થળે પહોંચી પંચરોજ કામ તેમજ સાધુ વસંતીબેન નો જવાબ લીધો હતો,અને આ ઘટના બાબતે તલાટી શ્રી એ સુઇગામ તાલુકા વિકાસ અધિકારી ને રિપોર્ટ મોકલી સાધુ વસંતીબેન ને થયેલ નુકસાન બાબતે વળતર મેળવવા કાયદાકીય પ્રોસેસ કરી હતી