
યે હૈ ન્યુઝ ઇન્ડિયા :થરાદ
બનાસકાંઠા ના થરાદ ખાતે શ્રી એન. એ. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર બનાસકાંઠા એ. સી. બી. પોસ્ટે., પાલનપુર. અને સુપરવિઝન અધિકારી શ્રી કે.એચ.ગોહિલ મદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ,ભુજ દ્વારા આજ રોજ ના થરાદ પોલીસ લાઇન પરથી સફળ ટ્રેપ કરવામાં આવ્યો હતો જેમાં થરાદ ના એક જાગૃત નાગરીક વિજયકુમાર કરશનભાઈ જાદવ, ASI , વર્ગ -૩ થરાદ પોલીસ સ્ટેશન, જી. બનાસકાંઠા. લાંચની માંગણીની કરી હતી જેની રકમ- રૂ.૭૦૦૦/- હતી ત્યારબાદ આ કામના ફરીયાદી ઉપર પ્રોહિબીશનનો ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે આરોપીને અટક કરી હેરાનગતિ નહીં કરવાના ૱ ૭૦૦૦/- માંગેલ જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય ફરીયાદીએ પાલનપુર એસીબી નો સંપર્ક કરેલ જે અન્વયે આજરોજ લાંચના છટકા માં આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૭,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા હતા ..