ભાભર તાલુકા ના વજાપુર નવા ખાતે આમઆદમી પાર્ટીની ગામડાંબેઠક યોજાઇ

આજ રોજ ભાભર ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા વજાપુર ગામના લોકો સાથે ગામડા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર તાલુકા પ્રમુખ છગનજી ઠાકોર ભાભર તાલુકા ઉપ પ્રમુખ ભેમાજી ઠાકોર ઉપ પ્રમુખ પરેશ રબારી ઉપ પ્રમુખ કે ડી વાઘેલા પ્રભારી એ બી પટેલ વાવ યુવા પ્રમુખ દલપત વાઘેલા ભરત વાઘેલા ગામડાં બેઠક યોજી હતી.જેમાં માજી સરપંચ તલાજી, હિરજી શોભાજી,રવજીભાઈ સુથાર, રબારી વાસુભાઈ, ઠાકોર પ્રહલાદજી, ઠાકોર હેમતજી, ઠાકોર રવાજી,ઠાકોર બાબુજી, ઠાકોર વિષ્ણુજી સાથે અન્ય યુવાનો અને ગ્રામ્યજનો આ મિટિંગમાં જોડાયા હતા.જિલ્લા ઇવેન્ટ ઇન્ચાર્જ એ બી પટેલ દ્વારા આમઆદમી પાર્ટીના પ્રજાલક્ષી કાર્યોનો પરિચય આપ્યો હતો. પરેશ ભાઈએ ખેડૂત વિદ્યાર્થી અને આમઆદમી માટે કેજરીવાલસરકાર જે કામો કરી રહી છે તેની વિગતો જણાવી હતી.કે ડી વાઘેલાએ આઝાદી પછીની સરકારોએ સામાન્ય જન માટે કશું જ કામ કરેલ નથી તેમ જણાવી આમઆદમી પાર્ટીને મજબૂત કરવા યુવાઓને સહયોગ  અને સાથ આપવા વિનંતી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *