વાવ તાલુકાના તીર્થગામમાં મંગળવારે પરિણીતાએ ગળેડાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચક્ચાર મચી ગઇ છે. જેમાં સાસરીયા પક્ષના વ્યક્તિઓ દ્વારા પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપતા હોઇ કંટાળીને ઘરમાં જ ગળંડાસો ખાઇ જીવન ટૂંકાવતા અરેરાટી વ્યાપી ગઇ છે મૃતક પરિણીતાના પિયર પક્ષના વ્યક્તિઓએ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે ચાર વ્યકિતઓ સામે વાવ પોલીસ મથકે કરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના સવપુરા ગામના વતની અને હાલ વાવ તાલુકાના તીર્થગામ સંત રોહીદાસ છાત્રાલયમાં રહેતાં ચેતનકુમાર ઉર્ફે ચેલાભાઇ સ/ઓ પ્રભુરામ પીરાજી પંડયા (અ.જા.) એ પાંચ વર્ષ પહેલાં સમાજના રીત-રીવાજ મુજબ સોનલ સાથે લગ્ન કર્યાં હતા. ત્યારબાદ એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી.
જ્યારે તેને સંતાનમાં એક દીકરો મયુર (ઉં.વ.આ. ૩) છે. જ્યારે પતિ તેના ઉપર વહેમ રાખતો હતો અને મારઝૂડ કરી ત્રાસ આપતો હતો. જ્યારે સાસુ ધરમીબેન વા/ઓ પ્રભુરામ પીરાજી પંડયા, સસરા પ્રભુરામ પીરાજી પંડયા, જેઠાણી વર્ષાબેન વા/ઓ દલપતભાઇ પંડયા અને પતિ ચૈતનકુમાર ઉર્ફે ચેલાભાઇ સ/ઓ પ્રભુરામ પીરાજી પંડયા અવાર-નવાર પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ ગુજારતાં હતા.જ્યારે મંગળવારે પરિણીતાએ કંટાળીને ઘરમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે મૃતક પરિણીતાના પિયર પક્ષના વ્યક્તિઓએ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે ચાર વ્યક્તિઓ સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.