
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
બનાસકાંઠાને હરીયાળો બનાવવા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવેલ વૃક્ષારોપણ મહાઅભિયાન કાર્યક્રમ અંતર્ગત તા.09/8/2021ના રોજ વાવ તાલુકાના ભાચલી ગામમાં બનાસડેરી તેમજ દૂધ મંડળીના સહયોગ થી વાવ તાલકાના વિસ્તરણઅધિકારી વિનોદભાઈ તથા સુપરવાઈઝર તેમજ ગામના આગેવાનો મંડળીના ચેરમેનશ્રી ,મંત્રીશ્રી તમામ કર્મચારીઓ અને ગ્રામજનો હાજર રહી ભાચલી વડેચી માતાજી ના મંદિરમાં બિન ફળાઉ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.આ મંદિરમાં વિવિધ રોપાઓનું વૃક્ષારોપણ અને તેમનું જતન કરવાની નીમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું