ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસમાં મુખ્ય ફાળો ગ્રામ પંચાયતનો હોય છે ત્યારે દર વર્ષે સરકાર દ્વારા ગ્રામ પંચાયતને ગ્રામીણ વિસ્તારમાં સારા રસ્તાઓ પાણીની વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓ મળી રહે તે માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં જ ડીસા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક સરપંચો વિજય બન્યા બાદ હાલમાં તેમના ગામનો વિકાસ કરવાની શરૂઆત કરી દીધી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ધરપડા ગામે આવેલ ગ્રામ પંચાયતનું અલગ વિભાજન કરી આજે દેલાણીયાપુરા ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં ખાતમુરત કરવામાં આવ્યું હતું તારી એક હજારથી વધુ વસ્તી ધરાવતું દેલાણિયાપુરા ગામ ખાતે આજે નવી પંચાયતનું ખાતમુરત કરવામાં આવતા આવનારા સમયમાં આ ગામના અનેક વિકાસના કામો કરવામાં આવશે જેથી દરેક લોકોને સ્થળ પર જ તેમના તમામ કામો સારી રીતે થઈ શકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..