યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
સરહદી સુઇગામ તાલુકા ના સોનેથ ગામે ગયી રાત્રીએ પોતાના ખેતર માં છાપરું બાંધી રહેતા ઠાકોર હમૂબેન નેમાભાઈ નામની વૃદ્ધ માજી ના ઘરમાં રાત્રિના સમયે આગ લાગી હતી, સંજોગોવસાત રમેશભાઈ નામના યુવાને આ છાપરા માં લાગેલ આગમાં સુતા વૃદ્ધ માજી ને બચાવી લીધા હતા, જોકે ઘરવખરીની તમામ વસ્તુઓ બળી ને ખાખ થઇ ગઇ હતી, જ્યારે આજે દિવસે સોનેથ સીમમાં લોદરીયા દાનસંગભાઈ જીતાભાઈ ના ખેતરમાં ભાગ રાખી રહેતા સાંતલપુર ના કોરડા ગામના વતની ઠાકોર ધનાજી હઠાજી ના છાપરા માં આકસ્મિક આગ લાગતા આજુ બાજુ માં રહેતા ખેડુતો દોડી આવ્યા હતા અને આગ ઓલવવા પ્રયત્નો કર્યા હતા પણ વિકરાળ આગની ચપેટમાં ઘરવખરી ની તમામ ચીજ વસ્તુઓ બળી ને ખાખ થઇ હતી, પરંતુ આ શ્રમિક પરિવાર ના કોઈ સભ્યો કે પાલતુ જાનવરો ને કોઈ જાન હાનિ થયી નહોતી.