ડીસા સરકારી હોસ્પિટલ સામે પાર્ક કરેલી એક કાર માં ચંદન ઘો ઘુસી જતા લોકોમાં અફડાતફડી નો માહોલ સર્જાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે દરમાં રહેતા અનેક જંગલી ઝેરી જીવ જંતુઓ બહાર આવતાં હોય છે જે અંતર્ગત આજે ડીસાની સરકારી હોસ્પિટલ સામે પાર્ક કરેલી એક કારમાં પણ ચંદન ઘો ઘુસી ગઈ હતી કારમાં ચંદન ઘો દેખાતા જ લોકોમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. અને ચંદન ઘો જોવા માટે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ચંદન ઘો દેખતા જ સ્થાનિક લોકોમાં ભયનો પણ માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થાનિક સાપ પકડવા વાળી ટીમ કરતા તેઓની ટિમ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને ચંદન ઘો ની શોધખોળ હાથ કરી હતી. સતત બે કલાક સુધી શોધખોળ કરવા છતાં પણ ચંદન ઘો લોકોના હાથમાંથી છટકી બાજુમાં આવેલ એક બંગલામાં ઘૂસી ત્યાંથી છટકી ગઈ હતી. કારમાંથી ચંદન ઘો બહાર નીકળ્યા બાદ કાર માલિકે હાંસકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *