સરહદી બનાસકાંઠા ના વાવ સ્ટેટ ના રાજા રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા અંદાજીત ૨ કરોડ ના ખર્ચે નવનિમાર્ણ રાજમહેલ નું વાસ્તુપૂજન નો કાર્યક્રમ યોજાયો હતો.જે શુભ પ્રસંગે છેલ્લા ૩ દિવસ થી વાસ્તુ પૂજન ની ભવ્ય તૈયારી ઓ ચાલી રહી હતી જે અનુસંધાને ગત રોજ સમગ્ર રાજ્ય ભર માં ના સંત મહાત્મા ઓ એ પધારી આશીર્વાદ આપ્યા હતા.આજ ના પ્રસંગે રાજ્ય ભરના સંત મહાત્માઓ તેમજ જાગીરદાર સમાજ ના અગ્રણી ઓ તેમજ રાજકીય નેતાઓ પધાર્યા હતા.જેમાં કનીરામ મહારાજ વડવાળા ,પંકજમુની મહારાજ ,મહેશભગત બટુક મોરારી, ઢીમાં જાનકીદાસ મહારાજ તેમજ નામી અનામી સંતો હાજર રહ્યા હતા તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા,પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, કિર્તિસિંહ વાઘેલા મંત્રી,તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ ના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત શંકરભાઈ ચૌધરી સહિત ગામ ના અગ્રણી ઓ લોકો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ કુવરજી શિવરાજ સિંહ ચૌહાણ દવારા ભવ્ય સ્વાગત કરાયું હતું .

ઉલ્લેખનીય છે કે ભારત માં દેવી દેવતા ઓ આપેલી ૪ અમુલ્ય ભેટો હતી જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ને ચામુંડા માતાજી એ તલવાર આપી હતી વીર વિક્રમ ને ઇન્દ્ર ભગવાને સિહાંસન આપ્યું હતું ,અને ઝાંસી ની રાણી ને કોહીનુર હીરો આપવામાં આવ્યો હતો.તેમજ વાવ ગાદી ઉપર રાણા વજેસિંહજી ને આશાપુરા માતાજી એ હાથો હાથ તલવાર આપી હતી એ તલવાર હાલ હયાત છે જે દશેરા ના દિવસે તેનું શસ્ત્ર ની પૂજા કરવામાં આવે છે અને ટોપરા નું નીવેદ કરવામાં આવે છે અને તેમાં જલેબી મુકવામાં આવે છે અને તે જલેબી બીજા વર્ષે પણ ખોલી તેનો સ્વાદ તાજી બનેલી જલેબી સ્વાદ આવે છે આમ ભારત ની ૪ અનમોલ ભેટો માંથી માત્ર આ તલવાર હાલ હયાત છે વાવ સ્ટેટ નું બીજું અલગ મહત્વ છે કે વાવ માં ગઢ નથી કહેવાય છે અહીના પરાક્રમી શુરવીરો ના ડર એટલો હતો કે જેતે સમયે અંગ્રેજો પણ વાવ પણ આક્રમણ કરી તાબે નોતા કરી શક્યા .