બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનાપૂર ગામે કુટુંબમાં ભાઈ ભાઈ વચ્ચે જમીન વહેંચણી બાબતે ઉગ્ર બોલાચાલી થતા એકબીજાને લાકડીઓ વડે માથા ના ભાગે ફટકારતાં સામાન્ય ઇજાઓ થતા તેઓને પ્રાઇવેટ દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.ત્યારબાદ સારવાર કરાવી પરત આવતા ફરીથી ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાટ માં આવતા ગુસ્સામાં પુત્રે સામેવાળા પર ગાડી નાખવા ગાડી રીવર્સમા લેતા પોતાના જ પિતા ઉપર ગાડી ચડી જતા ગંભીર ઇજાઓ થતાં તેઓને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ ડીસા અને ડીસા થી અમદાવાદ લઈ જવાયા હતા પરંતુ અમદાવાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ પિતાનું મૃત્યુ થયું હતું.આ સમગ્ર બનાવ પગલે ધાનેરા પોલીસે પ્રકાશભાઈ કાંતિલાલ જોશી તેમજ ભીખાભાઈ પ્રકાશભાઈ જોશી ના વિરુધ માં માં ફરીયાદ નોધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.