ગુજરાતમાં અત્યારે વારંવાર સરકારી ભરતી માટેની પરીક્ષાઓમાં થતાં વિવાદને સરકાર બદનામ થઈ રહી છે.. અગાઉ પેપર કૌભાંડ બાદ તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૧૩ ફેબ્રુઆરીના લેવાનારી બિન સચિવાલય અને ઓફિસા આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરવામાં આવી છે..

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈ ગુજરાતમાં અસંખ્ય ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે.. ત્યારે કોંગ્રેસ હવે આ મામલે સરકારને ઘેરવા માટે આગળ આવી છે.. યૂથ કોંગ્રેસ જણાવી રહી છે. ગરીબ માબાપની મજૂરીના નાણાં દાવ પર લગાવીને ગુજરાતમાં બેરોજગાર ઉમેદવારો સરકારી ભરતીની તૈયાર કરતાં હોય છે અને સરકાર આવા ઉમેદવારો સાથે મજાક કરતી હોય તેમ પરીક્ષાઓ રદ કરી નાંખે છે.. ત્યારે તાજેતરમાં બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે યોજાનાર પરીક્ષા રદ કરવામાં આવી છે.. તે પરીક્ષાની તારીખો સરકાર દ્વારા તાત્કાલિક જાહેર કરવામાં આવે.ડીસામાં આજે યૂથ કોંગ્રેસ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કે જો સરકાર દ્વારા આગામી સમયમાં જલ્દીથી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં નહીં આવે તો ગુજરાતનાં બેરોજગાર ઉમેદવારો સરકારને ઘરે મોકલવાની તારીખ નક્કી કરશે