ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર સુંદર અને રળિયામણું રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક કામ દરેક વિસ્તાર સ્વચ્છ રહે તે માટે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે મોટાભાગે રોજેરોજ દરેક ગામ અને દરેક શહેરી વિસ્તારમાં સફાઈ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા ગ્રામ પંચાયત દ્વારા પણ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાન અંતર્ગત થેરવાડા બસ સ્ટેન્ડથી અર્બુદાનગર તેમજ ઠાકોરવાસ સુધી છેલ્લા ઘણા સમયથી ચારેબાજુ કચરાના ઢગલાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા એ બાબતે આજે ગ્રામ પંચાયતના સરપંચ કરમશીભાઈ પટેલ તેમજ ઉપ સરપંચ જ ગંગાબેન પટેલ દ્વારા સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાન દરમિયાન થેરવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા અનેક વિસ્તારોમાં સરપંચ ઉપસરપંચ તેમજ કમિટીના સભ્યો દ્વારા સફાઇ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા પણ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો અને હજુ પણ આગામી સમયમાં આખું ગામ સ્વચ્છ રહે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા