ગુજરાતના જામનગરમાં ઓમીક્રોન(Omicron) વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના સેમ્પલ પુણે લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.જામનગરમાં આજે આફ્રિકાથી આવેલ એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. આ દરમ્યાન ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે જામનગરમાં આવેલા શંકાસ્પદ ઓમિક્રોન વાયરસના કેસના લીધે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ જામનગરમાં પણ છેલ્લા અનેક દિવસોમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેના પગલે કોવિડ ગાઈડ લાઇનનું કડકાઇ પાલન કરવા માટે તંત્ર સજાગ બન્યું છે.

આ દરમ્યાન ભારતમાં ઓમિક્રોન વાયરસના 2 દર્દી હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલી ગાઈડલાઈનનો રાજ્યો હવે ચુસ્તપણે પાલન કરશે. ગુજરાત સરકારના પણ બે પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટને લઈને વિદેશ પ્રવાસે છે. જેમાં સચિવ સોનલ મિશ્રાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન UKમાં અને સચિવ જે.પી. ગુપ્તાની અધ્યક્ષતામાં એક ડેલીગેશન USમાં છે.આ તમામ અધિકારીઓના ચેક ઈન વખતે RTPCR ટેસ્ટ થશે. તેમજ ગુજરાતમાં એરપોર્ટ ખાતે પણ થશે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ. આ તમામ અધિકારીઓને 10 દિવસ કવોરન્ટાઇન રહેવું પડશે.