યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ડીસા (મહાવીર શાહ)
ડીસા શહેરમાં કાર્યરત ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે હાલમાં કોરોનાની મહામારી ના પગલે કોરોના પોઝિટિવ દર્દીઓ નું ઓક્સિજન લેવલ વધારવા માટે કારગત નીવડે તે માટે આયુર્વેદિક પોટલીઓ નું વિતરણ કરવામાં આવ્યું છે
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નાના બાળકોથી લઇ મોટા લોકો પણ કોરોના નો શિકાર બની રહ્યા છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઓક્સિજન લેવલ વધારવાનું કામ કરતી આયુર્વેદિક કપૂર અજમો તુલસીના પાન જેવી આયુર્વેદિક વસ્તુ માંથી બનાવેલી પોટલી ખૂબ જ કારગત નીવડી રહી છે જેથી શનિવારે ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક પોટલી ઓ બનાવી શહેરમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સામાન્ય કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને પણ આ પોટલી નો ઉપયોગ કરવો જોઈએ જેના લીધે કોરોના નો શિકાર બનતા બચી શકાય છે