યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ભાભર
ભાભર ખાતે નગર પાલિકા ની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની સભા યોજાઇ. ભાભર નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી ને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રયો છે ભાજપ,કોગ્રેસ,અને આમ આદમી પાર્ટી એ પાલિકા ની ચૂંટણીમાં જંપ લાવતા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે જેમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે કાંટાની ટકકર રહેશે જેને લઈ જીત માટે બન્ને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રયા છે તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ ભાભર ખાતે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ની આગેવાની મો સભા યોજાઈ હતી જેમાં ભાજપ આગેવાન અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા શંકરભાઇ ચૌધરી અને અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં મતદારો અને ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભાભરનગર પાલિકામાં અગાઉ ભાજપે તમામ 24 સીટ ઉપર જીત મેળવી હતી અને સરકારી કોલેજ, ખાડીયા સહિત અનેક વિકાસના કામો કર્યા હતા આવનારી ચૂંટણીમાં ફરી તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાવી વિકાસના વેગને આગળ વધારવા આહવાન કર્યું હતું ભાજપ દરેક તબક્કે તૈયાર થઈ ફરી તમામ સીટ પર વિજય મેળવવા કમર કસી રહ્યું તેમ જોવા મળ્યું હતું.