વાવ :ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે તેમ છતાં વાવ શહેરમાં બુટલેગરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ એકટીવા ઉપર ફરી ને જાહેર અને ખુલ્લેઆમ દારૂની હોમ ડીલીવરી કરી રહ્યાં છે. તેવો વિડીઓ આજ સોશિયલ મીડિયા જેવા કે facebook,whatsapp ના માધ્યમ દ્વારા આજ રોજ વિડીઓ લોકો વચ્ચે જોવા મળ્યો હતો .જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ ને ખુલ્લે આમ દારૂ ની સપ્લાય કરી રહ્યો છે જે આપ જોઈ શકો છો બહેરી ,મૂંગી,આંધળી વાવ પોલીસ ના ટાઉન ના બીટ જમાદાર ની રહેમ નજર હેઠળ ચાલતું હોય તેવું લોકો ના મુખે ચર્ચાસ્પદ બન્યું છે .જે મુદ્દે બનાસકાંઠા ના પોલીસ અધિક્ષક રસ દાખવી આ વિડીઓ ની તપાસ આરંભે તો કેટલાય પોલીસ કર્મી અને દારૂ નું વેચાણ કરતા બુટલેગરો બકરી ડબા માં આવી શકે છે પરંતુ પૈસા ના જોરે અને હપ્તા ના જોરે સબ કુછ હોતા હૈ ની નીતિ આ આંધળી પોલીસ ની આંખ સમક્ષ ચાલી રહી છે ..