બનાસકાંઠા જીલ્લાની ધાનેરા નગરપાલિકા છેલ્લા બે વર્ષથી ચર્ચામાં રહેલી છે.પ્રમુખશ્રીમતિ કમળાબહેન નાઈના અધ્યક્ષ સ્થાને તેમજ ચીફ ઓફિસર રૂડા ભાઈ રબારીની હાજરીમાં તા:૧૧/૦૨/૨૦૨૨ ને જનરલ બોર્ડની સામાન્ય સભા રાખવામાં આવી હતી જેમાં કોંગ્રેસના જ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં.પરંતુ આજની સભામાં સતાપક્ષના પ્રમુખ સહિત ફક્ત ચાર સભ્યો જ હાજર રહ્યા હતા.જયારે ભાજપ પક્ષના સાત સભ્યો હાજર રહ્યા હતા.પ્રમુખ સહિત કુલ અગિયાર સભ્યો જ હાજર રહેતા સર્વાનુમતે ૭૭કરોડ ૩૮ લાખના વિકાસ કામોને સર્વસંમતિથી બહાલી આપી મંજૂર કરવામાં આવ્યા હતા.આજે શ્રીમતિકમળાબહેન રમેશભાઈ નાઈના પ્રમુખ સ્થાને નગરના વિવિધ વિસ્તારોના કામોને લઈને બોર્ડની જનરલ બેઠક બોલાવવામાં આવી હતી જેનો એજન્ડા પર દરેક સભ્યોને આપવામાં આવેલ તેમછતાં અમુક જ સભ્યો હાજર રહેતા પાર્ટીના જ સભ્યોનો અંદરોઅંદરનો વિખવાદ બહાર આવ્યો હતો..

આજની સભામાં સતાપક્ષ કોંગ્રેસપાર્ટીના જ સભ્યો ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્કો સાથે નગરના વિકાસ કામો ખોરંભે ચડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.અમુક સભ્યોએ નામના આપવાની શરતે જણાવ્યું હતું કે અત્યારના પ્રમુખશ્રીમતિ કમળાબહેન રમેશભાઈ નાઈ પ્રમુખ સ્થાને છે પરંતુ તેઓ અને તેમના પતિ નગરપાલિકાનો સમગ્ર વહીવટી સંભાળી રહ્યા છે.અને પાર્ટીના જ સભ્યોના વિસ્તારમાં કામો કરવાનાં બદલે પ્રમુખ પતિ એકતરફી નિર્ણય લઈને પોતાની મનમાની ચલાવી રહ્યા છે.જે બાબતે પાર્ટીના આગેવાનોએ ધ્યાન દોર્યું હોવા છતાં પ્રમુખ પતિ તેમના એક બે મળતીયા સભ્યો કહે તે રીતે જ નગરનો કારભાર સંભાળી રહ્યા છે..જો આવી રીતે જ પ્રમુખ પતિ વહીવટી કામોમાં દખલગીરી કરશે તો નગરનો વિકાસ રૂંધાઈ શકે છે.છેલ્લા બે વર્ષથી ધાનેરા નગરપાલિકા યેનકેન પ્રકારે વિવાદના વંટોળમાં જોવા મળી રહી છે.