
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી વાવ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કાર્યરત કરાયેલ કોરોના હોસ્પિટલ માં કોરોના ના લક્ષણો ધરાવતા દાખલ કરાયેલ, જ્યાં વાવ CHC ની આરોગ્ય ટીમે રાત દિવસ તેમની યોગ્ય ટ્રીટમેન્ટ કરતાં આજે 4 દર્દીઓ સ્વસ્થ થઈ જતા કોરોનાને માત આપતાં સોમવારે તા:31/05/2021ના દિવસે દર્દીઓ ને ઘરે જવા ની રજા આપવામાં આવતા તેમના પરિવારજનોએ વાવ આરોગ્ય સ્ટાફ સાથે THOવાવ ડોકટરો ,તેમજ વાવ નાયબ મામલતદાર ઇશ્વરસિંહ બાયડ આરોગ્ય ટીમ,વહીવટી તંત્ર અને સેવાભાવી વડીલો સહિત તમામનો આભાર માન્યો હતો.અને વાવ ખાતે વાવ સામુહિક આરોગ્ય ના કર્મચારી ઓને દર્દી ઓ ના સગા એ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અંદાજે 20 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવી તેમના ઘરે પરત ફરી ચુક્યા છેહાલ માં હોસ્પિટલ ખાતે દર્દીઓ ની સંખ્યા ૦૨ થતા આરોગ્ય તંત્ર ના લોકોએ રાહત અનુભવી છે