સરહદી બનાસકાંઠા વાવ અને સુઈગામ પંથકમાં શિયાળુ સીઝનમા પણ વારંવાર નર્મદા કેનાલો તુટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં મળતી માહિતી મુજબ સરહદી અસારા અને નેસડા (ગોલપ) ગામની સીમમાંથી પસાર થતી પાડણ ડિસ્ટ્રીબ્યુટર માઈનોર કેનાલમા ૧૦ ફૂટનું ગાબડુ પડતા ખેડૂત ના ઉભા પાકો માં પાણી ફરીવળતા ખેડુતની શિયાળાની ચાર મહિનાની કઠોર મહેનત નર્મદા ના પાણીમા ગરકાવ થતા ખેડૂત માં ભારે રોષ જોવા મળ્યો હતો એક બાજુ છેવાડા સુધી પાણી પહોચતું નથી તો બીજી બાજુ નર્મદા કેનાલમાં ગાબડું પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે અને કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતના મો માં આવેલો કોળીયો છીનવાયો તેવું લાગી રહ્યું છે વધુમાં સરકાર ખેડૂત વળતર આપે તેવી માંગ કરાઈ છે
