ધાનેરાના બાહોશ પી આઈ ડી.વી.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટાફના દજાભાઈ.જોરસિહ.અશોકભાઈ.વિક્રમભાઈ.પ્રવીણભાઈ.રમેશભાઈ વિગેરેની ટીમે નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન એકટીવા પર શંકાસ્પદ હાલતમાં નરેશકુમાર કિશનલાલ વિશ્રનોઈ.શ્રીરામ કિશનલાલ વિશ્રનોઈ બંને રહે.ભાલણી.તા.બાગોડા.જીલ્લો.જાલોરવાળાઓ આવતા ચેકીંગ કરતા એકટીવાના સાધનિક કાગળો રજુ ના કરતા પોકેટ કોપી મોબાઇલનો ઉપયોગ કરી એકટીવાનો રજીસ્ટેશન નંબર નાખી ચેક કરતા એકટીવા માલીક તરીકે મેનકાબેન શંકરભાઈ બામણા રહે.વાસદ તા.જી.આણંદનુ જણાઈ આવતા બંને શકમંદ ઈસમોની સધન પુછપરછ કરતા એકટીવા ધાનેરા મુકામેથી રાજારામ સોસાયટીમાંથી ચોરી કરેલની કબુલાત કરેલ અને આ અગાઉ તા.30/05/2022ના રોજ પણ ધાનેરા આયુષ હોસ્પિટલ મુકામેથી તેમજ થરાદ પોસ્ટ ઓફિસ આગળથી એચ.એફ.ડીલક્ષ હીરો કંપનીનું મોટરસાયકલ ચોરી કરી સાંચોર મુકામે લાલારામ હીરારામ રબારી રહે.સરણાઉ તા.સાચોરવાળાને વેચાણ કરેલની કબુલાત કરતા ધાનેરા પોલીસની એક ટીમ સાંચોર મુકામે મોકલી આરોપી લીલારામ દલારામ રબારીને પકડી પુછપરછ કરતા ધાનેરા મુકામેથી ચોરી કરેલી મોટરસાયકલ દલારામ ગણેશારામ રબારી રહે.હાગોતરા.તા.ભીનમાલવાળાને તથા થરાદથી ચોરેલા બાઈકને પ્રવિણ કુમાર ઉર્ફે વાહજી કાનજીરામ રબારી તા.સાચોરવાળાને વેચાણથી આપેલી કબુલાત કરતા ઉપરોક્ત મોટર સાયકલ વેચાણથી લેનાર ત્રણે ઈસમો તથા બંને મોટરસાયકલો સાંચોર મુકામેથી પકડી પાડી ધાનેરા પોલીસ સ્ટેશનમા લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.. ધાનેરામાં તાજેતરમાં જ આવેલ પી.આઈ ડી.વી.ડોડીયાએ આવતાની સાથે જ વિછીવાડી પાસે અકસ્માત કરી માંગેલ બસ ચાલકને… નાબાલિગ પર બળાત્કાર કરનાર આરોપીને અને બાઈકચોરોને ઝડપી પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.
ધાનેરા : બાજુભાઈ વણકર /ભરત ગલચર